નવી દિલ્હી: 1 જાન્યુઆરી 2021થી નેશનલ હાઈવે પર તમારી ગાડી લઈ જતા પહેલા જરૂર ચેક કરી લેજો કે તમારી કારમાં FASTag લગાવવામાં આવ્યું છે અને તેમા બેલેન્સ છે કે નહીં. કારણ કે 1 જાન્યુઆરી 2021થી સમગ્ર દેશના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સની ચૂકવણી FASTag દ્વારા જ થશે. તમામ કેશ લાઈન ખતમ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

FASTag માં આ રીતે ચેક કરો  બેલેન્સ
વાહન ચાલકો માટે FASTag સંબંધિત સુવિધાઓને સારી બનાવવાના હેતુથી ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ(NHAI) એ પોતાના મોબાઈલ એપ  My FASTag App માં એક નવું ફીચર એડ કર્યું છે. જો તમારે ચેક કરવું હોય કે  તમારા  FASTag એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે તો તે તમે સરળતાથી કરી શકો છો. આ માટે તમારે My FASTag App માં ફક્ત તમારી ગાડીનો નંબર નાખવાનો છો, અને તરત તમને તમારી કારનું ફાસ્ટેગ બેલેન્સ ખબર પડી જશે. 


હવે ટેક્નોલોજી લેશે ડ્રાઈવરની જગ્યા...દેશની પહેલી Driverless Metro ના જુઓ Exclusive Photos


રંગોથી ખબર પડશે FASTag એકાઉન્ટમાં બેલેન્સ
આ એપમાં FASTag વોલેન્ટ બેલેન્સ માટે અલગ અલગ કલર કોડ નક્કી કરવામાં આવ્યા છે. જેમ કે ગ્રીન કલર હશે તો તેનો અર્થ એ થયો કે બેલેન્સ પૂરતું છે. ઓરેન્જ કલર હશે તો તેનો અર્થ થયો કે બેલેન્સ વધારવાની જરૂર છે. રેડ કલર હશે તો તેનો અર્થ એ કે બ્લેકલિસ્ટમાં જતું રહ્યું છે અને તેને તરત રિચાર્જ કરવાની જરૂર છે. 


બજાર ભાવ કરતા સાવ સસ્તામાં સોનું ખરીદવાની સુવર્ણ તક... 5 દિવસ સુધી જ ઉઠાવી શકશો આ લાભ, ફટાફટ જાણી લો


રિચાર્જ પણ સરળતાથી કરાવી શકશો
જો ઓરેન્જ કલર કોડ હશે તો તમે મોબાઈલ એપ દ્વારા તરત જ રિચાર્જ કરાવી શકો છો. જો તમે ટોલ પ્લાઝા પર છો તો ત્યાં પણ પોઈન્ટ ઓફ સેલ (PoS) પર તત્કાળ રિચાર્જ સુવિધાનો ફાયદો ઉઠાવી શકો છો. 26 બેન્કોની પાર્ટનરશીપમાં સમગ્ર દેશમાં ટોલ પ્લાઝા પર 40,000 થી વધુ પીઓએસ લગાવવામાં આવ્યા છે. 


1 જાન્યુઆરીથી માત્ર Toll Plaza જ નહીં, આ કામો માટે પણ જરૂરી છે FASTag


ક્યાંથી મળશે FASTag
જો તમે હજુ સુધી તમારી ગાડી પર FASTag સ્ટીકર નથી લગાવ્યું તો તમારે જલદી લગાવડાવી લેવું જોઈએ. આ માટે તમે તેની  PayTM, Amazon, Snapdeal થી ખરીદી કરી શકો છો. આ સાથે દેશની 25 બેન્કો દ્વારા પણ ખરીદી શકાય છે. તથા સડક પરિવહન પ્રાધિકરણ ઓફિસમાં પણ તેનું વેચાણ થાય છે. 


ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ(NHAI)ની સહાયક ભારતીય રાજમાર્ગ પ્રબંધન કંપની લિમિટેડ(IHMCL) દ્વારા ફાસ્ટેગનું વેચાણ અને સંચાલન થાય છે. NHAI ના જણાવ્યાં મુજબ ફાસ્ટેગની કિંમત 200 રૂપિયા છે. જેમાં તમે ઓછામાં ઓછું 100 રૂપિયાનું રિચાર્જ કરાવી શકો છો. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube